Transient Ischemic Attack
ટેમ્પરરી ઇસ્કીમિક એટેક(TIA)
મગજને લોહીનો પુરવઠો આપતી નસોમાં ટૂંકા સમય માટે અટકાવ થવાથી પ્રવાહમાં ભંગાણ પડે છે જેને ટેમ્પરરી ઇસ્કીમિક એટેક કહે છે. તેજ બતાવે છે કે લક્ષણો ક્ષણિકપણે અનુભવાય જેવાં કે બેશુદ્ધિ, બોલવામાં મુશ્કેલી, સમતુલા ન જાળવી શકવી અને દ્રષ્ટિ ગુમાવી દેવી પડે. આ બધાં લક્ષણો સામાન્ય રીતે મિનિટોમાં પૂરાં થાય અથવા દસ થી પંદર મિનીટથી વધુ ન રહે. TIA આવ્યાનું ટાળવું ન જોઈએ કારણકે મોટો સ્ટ્રોક વિકસી રહ્યાની આ નિશાની છે. એવું ગણત્રીમાં આવેલું છે કે ચાલીસ થી પચાસટકાથી વધુ વ્યક્તિઓને TIA અનુભવ્યા બાદના છ માસમાં અથવા
વહેલામાં વહેલા પછીના થોડાં દિવસોમાં મોટો સ્ટ્રોકઆવ્યો હોય. ભવિષ્યમાં મોટી માત્રામાં સ્ટ્રોક ન આવે તે માટે TIA ની સારવાર લેવી જરૂરી બને છે.

