What Should the Family Avoid Doing?
કુટુંબે શું ન કરવું જોઈએ?
- દર્દી માટે દિલગીરીનો સુર ન બોલો. દિલગીરી વ્યક્ત કરવાથી દર્દીના આત્મવિશ્વાસ ઉપર વિરોધી અસર પડશે.
- દર્દી કહે નહીં અથવા જરૂરી ન હોય ત્યારે દર્દી માટે કે દર્દી વતી કશું બોલો નહીં.
- જો દર્દી તરફથી તાત્કાલિક જવાબ ન મળે તો દર્દીને શબ્દ તૈયાર કરીને ન આપશો. દર્દીની નિરાશા ઓછી કરવા સમયે જ ફક્ત શબ્દ આપી મદદ કરો.
- દર્દીને કોઈ વસ્તુ કરતાં આવડતી ન હોય ત્યારે તે/તેણીને કરવાનું કહો.
- ભૂલ કરતી વખતે દર્દીને સાચો શબ્દ કે વાક્ય બોલવા દબાણ ન કરવું. આવું દબાણ તેનામાં નિરાશાનો વ્યાપ કરશે.
- દર્દીને વાતચીત કરતાં તે/તેણી કરે છે (બોલતાં,અંદાજતા,લખતાં) તે માટે તેને હતાશ ન કરશો.
- દર્દીને સારું થઈ ગયાની ખોટી લાગણીઓ દેખાડશો નહીં.
- દર્દીને કુટુંબ અને મિત્રોથી દૂર રાખશો નહીં.
- દર્દી રડે ત્યારે હતાશ ન થશો. રડવું એ ભાવનાનું કુદરતી રૂપ છે.
- દર્દી બીજાંઓ સાથે વાતચીત કરતો હોય ત્યારે તિરસ્કારશો નહીં.

