Aphasia and Stroke Association of India
Letter to Support Job Search
એફેસિઆ અને સ્ટ્રોક એસોશિએશન ઓફ ઇન્ડિયા
નોકરી શોધનારને ટેકા માટે પત્ર
વહાલા સદગૃહસ્થ,
એફેસિઆ અને સ્ટ્રોક એસોશિએશન ઓફ ઇન્ડિયાના સ્વયંસેવક તરીકે, દર્દી અથવા તે/તેણીના પતિ/પત્નીને લગતી નોકરી આપી મદદરૂપ થવા હું આપની મદદ માટે આ પત્ર લખી રહ્યો છું.
સ્ટ્રોક પુખ્ત વયની વ્યક્તિને અસહાય બનાવનાર એક સામાન્ય બીમારી છે, દર્દીની બોલવાની,વાંચવાની,સમજવાની અને લખવાની ક્ષમતાને અસર પહોંચાડે છે. સ્ટ્રોક શારીરિક સમર્થતા જેવી કે ચાલવું,જોવુંને પણ અસર કરે છે. મુખ્ય કમાનાર વ્યક્તિને સ્ટ્રોક આવવાથી કુટુંબનો વિનાશ નોતરે છે. તેમ છતાંયે, મોટાભાગના સ્ટ્રોકના દર્દી તેમની આજુબાજુની પરિસ્થિતિથી વાકેફ હોય છે અને તેની ગંભીરતા સમજી શકે છે. જ્યાં સુધી તેમને સોંપવામાં આવેલી કામગીરી તેમની શારીરિક ક્ષમતા મુજબની હોય અથવા સામાન્ય કામગીરીમાં સામેલ થઇ શકવાની શક્તિ મુજબની હોય ત્યાં સુધી દર્દી અસરકારક રીતે કામ કરી શકે છે અને આવક રેડી શકે છે.
જે રીતભાતથી આપણે મોટી ઉંમરના,અસહાય અને જેઓ જરૂરિયાતવાળા હોય તેની દરકાર રાખીએ છીએ એમાં આપણી પોતાની નૈતિક તાકાત દેખાય છે એટલું જ નહીં પરંતુ આપણાં સામાજિક સંસ્કાર પણ વર્તાય છે.
હું આપને વિનંતી કરું છું કે આ નોંધ સાથે આપને ત્યાં આવતાં કોઇપણ સ્ટ્રોકના દર્દીને લાયક નોકરી આપવા યોગ્ય કરશો. એજ રીતે,તેમના પતિ/પત્નીને પણ નોકરી આપવા યોગ્ય કરી શકો. તમારો ટેકો તેમના કુટુંબના મોભાને બચાવી શકશે અને તેમને તેમના પગભર થવા મદદરૂપ થશે.
સારી શુભેચ્છાઓ સાથે.
આપનો,
સુભાષ સી.ભટનાગર, Ph.D. CCC-SLP
subhash.bhatnagar@mu .edu

