Stroke Risk Factors
સ્ટ્રોકના જોખમી મુદ્દા
ઉંમર, જાતી કે શરીરના બાંધાને લાગુ પડ્યા વગર કોઈપણને
સ્ટ્રોકની અસર થઈ શકે છે. કેટલાંક જોખમી કારણો જેવાંકે ઊંચું લોહીનું દબાણ, ઊંચું લોહીનું કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ,મેલીટસ, ધૂમ્રપાન અને ખરાબ કૌટુંબિક ઇતિહાસને લીધે કોઈને સ્ટ્રોક આવવાની તકો વધે છે. તમારી જાતને સ્ટ્રોકથી બચાવવા સારામાં સારો રસ્તો એ છે કે તમે તમારા ડોક્ટર પાસે જઈને સ્ટ્રોકનેલગતાં અંગત જોખમી કારણોની તપાસ કરાવી દાકતરી ઈલાજ કરાવો.
Controllable Risk Factors
કાબુમાં રાખી શકાય તેવાં જોખમી મુદ્દા
- ઊંચું લોહીનું દબાણ
- હ્રદયના રોગો
- ડાયાબીટીસ
- ઊંચું લોહીનું કોલેસ્ટ્રોલ
- એથરોસ્કલેરોસિસ
- શારીરિક આળસ(રહેણી કરણીને લીધે જોખમ)
- ધૂમ્રપાન અને દારૂનું વ્યસન(રહેણી કરણીને લીધે જોખમ)
Uncontrollable Risk Factors
કાબુમાં ન રાખી શકાય તેવાં જોખમી મુદ્દા
- ઉંમર
- જાતી(નર/માદા)
- એથનિક ગ્રુપ- મુખ્ય સામાન્ય લક્ષણો અને રિવાજો ધરાવતોબહોળો વર્ગ
- કૌટુંબિક ઈતિહાસ

