Dysphagia Treatment
ડીસ્ફેજિઆની સારવાર
- તપાસ બાદ ખોરાક આપવાની સલામત પદ્ધતિ એકવાર નક્કી થાય, નીચે મુજબ સારવાર કરી શકાય.
સારવારની યોજનાના અમલ માટે દર્દી તથા તેની સંભાળ લેનારને શિક્ષણ આપવું. - રોગ ઉપચારની જુદી જુદી પદ્ધતિઓ તરીકે ઓરલ-મોટર કસરત, ઓરલ-મોટર સંવેદના સભર પોષણ અને ખોરાક આપવાની સ્થિતીમાં ફેરફારો લાવવાનો સમાવેશ થાય છે.
- ગળતી વખતે થતાં દેખીતાં ફેરફારો પ્રમાણે ખોરાકની જુદી જુદી જાતો, કદ અને મિલાવટમાં ફેરફારો દ્વારા ખોરાક આપવાની પદ્ધતિઓમાં વારંવારના ફેરફાર કરી શકાય છે.
- ગળવાના એકદમ મુશ્કેલ કેસમાં, દર્દીને નાસોગેસ્ટ્રીક(NG) અથવા ગેસ્ટ્રોસ્ટોમી(G) ટ્યુબ દ્વારા ખોરાક આપી શકાય છે.
- (NG)ટ્યુબને નાક દ્વારા દાખલ કરી હોજરી સુધી લંબાવાય છે. આ ટ્યુબથી ખોરાક આપવાનું સૂચન ફક્ત ક્ષણિક સમય માટે જ અપાય છે કે જ્યાં સુધી દર્દી પોતાની મેળે ગળવાની ક્ષમતા મેળવી ન શકે.
- ગળવાની મુશ્કેલીના વધુ ગંભીર મામલે, ગેસ્ટ્રોસ્ટોમી(G) ટ્યુબ સૂચવવામાં આવે છે. આમાં ટ્યુબને પેડુંમાં દાખલ કરી જરૂરી પોષણક્ષમ ખોરાક સીધો જ હોજરીને આપવામાં આવે છે. જેવી ગળવાની ક્ષમતા સારી બને, આ ટ્યુબને સરળતાથી કાઢી લેવાય છે.

