Aphasia in Multiple Languages
એફેસિઆની બીમારી એકથી વધુ ભાષા બોલનારાઓમાં
એફેસિઆવાળી વ્યક્તિઓ કે જે બે અથવા બેથી વધુ ભાષાઓ બોલે છે, તેઓમાં દરેક ભાષાને બીમારીની અસર થઇ હોય એવું જોવાયું છે. તેમ છતાંય, દરેક ભાષા એક સરખા નહીં પરંતુ ઓછા વધતા અંશે અસર પામી હોય. તેજ રીતે, આ ભાષાઓમાં સુધારો એકજ પદ્ધતિએ થાય તેવું નથી.અસર પામેલી આ ભાષાઓમાં આવા તફાવત માટે કેટલાંક મુદ્દાઓ જેવાંકે દર્દીની અંગત ભાષા સમૃદ્ધિ, સામાજિક સંબંધ અને ભાષાનું માનસશાસ્ત્રીય મહત્વ કહી શકાય. દર્દીને આવા સમયે સલાહ આપી પ્રેરી શકાય કે તે/ તેણીને જે ભાષા બોલવી સરળ પડે તેના દ્વારા વાતચીત કરી શકે છે.

