Symptoms of Dysphagia
ડીસ્ફેજિઆના લક્ષણો
- જમતી તથા પાણી પીતી વખતે ઉધરસ આવે.
- નક્કર ખોરાકને ચાવવામાં મુશ્કેલી પડે.
- મોઢામાં ખોરાકના ચોંટી જવા બાબતે સંવેદના રહે.
- દ્રૂલીંગ એટલે કે ખોરાકની આશાએ લાળ ઝરે.
- જમ્યા અને પાણી પીધા બાદ અવાજ ઘોઘરો થવો.
- ચાવવામાં વાર લાગે અથવા બરાબર ન ચવાય.
- વારંવાર ગળું ખંખેરવું પડે.
- વારંવાર ન્યુમોનિઆ થવો અથવા શ્વસનતંત્રના ઉપરના ભાગે ચેપ લાગે. આ બંને મુખ્ય લક્ષણોને કારણે દર્દીને એસ્પિરેશન થયું હોવાની શક્યતા દર્શાવે છે.
મગજની ઈજા બાદ, જો તમારા સ્નેહીને ઉપર મુજબના કોઈપણ ચિન્હો વર્તાય તો તુરંતજ ગળાની દાકતરી તપાસ કરાવવી.

