What is a stroke?
સ્ટ્રોક (મગજનું દબાણ) કોને કહેવાય?
મગજને લોહીનો પુરવઠો પહોંચાડતી હૃદયની નળીમાં સાંકડાપણું, ચીરાવું કે બંધ થઇ જવાની ઘટનાને સ્ટ્રોક કહે છે. મગજના અસરગ્રસ્ત ભાગમાં પૂરતો ઓક્સીજન ન મળવાથી કોષો નાશ પામે છે. તેની અસર ત્વરિત હોવાથી અવયવોમાં લકવો, અર્ધા શરીરમાં સંવેદના ગુમાવવી, અંધાપો, ભાષા અને બોલવા પર કાબુ ગુમાવવો જેવી મુશ્કેલી ઊભી થાય છે. કોઈપણ ઉંમરના, જાતી કે સામાન્ય વર્ગનાને સ્ટ્રોકની બીમારી થઇ શકે છે.

