Can people who have aphasia return to their jobs?
એફેસિઆગ્રસ્ત વ્યક્તિઓ ફરી નોકરી પર જઈ શકે?
એનો આધાર કામ ઉપર છે. કારણકે મોટાભાગના કામોમાં વક્તવ્ય અને ભાષાની આવડતની જરૂરત હોય છે, કેટલાંક કામકાજો એફેસિઆની બીમારીને લઈને મુશ્કેલ બને છે. હળવા અને ઓછી માત્રાની એફેસિઆવાળી વ્યક્તિઓ ક્યારેક ફરીથી કામ ઉપર ચઢી શકે છે, પરંતુ એકથી વધુ જવાબદારીઓમાં ફેરફાર કરી તેઓની ક્ષમતા મુજબ ઘટાડો કરી સફળતા મેળવવાની શક્યતા રહે છે. આ દર્દીઓ એકલાં કામ કરવાને બદલે સમુહમાં કામ સારું કરી શકે છે.

