What is Primary Progressive Aphasia?
પ્રાથમિક પ્રોગ્રેસીવ એફેસિઆને શું કહેવાય?
ભાષામાં ધીમે ધીમે આગળ વધતી અનિયમિતતાની બીમારીને પ્રાથમિક પ્રોગ્રેસીવ એફેસિઆ(PPA) કહેવાય છે.તેની શરૂઆત ગુંચવણભરી ઉતરતી કક્ષાના ફેરફારો જણાવા સાથે થાય છે. શરૂઆતમાં,મોટાભાગના દર્દીઓ સામાન્ય માનસિક કાર્યો (હાજરી,યાદશક્તિ,ચર્ચા અને વિચારપૂર્ણ)કરતાં દેખાય છે. તેઓ તેમની રોજબરોજની પ્રવૃતિઓ માટેની ક્ષમતા પણ સાચવીને રાખે છે. સામાન્ય શબ્દો પણ યાદ ન આવવા અથવા બોલવામાં પડતી મુશ્કેલીથી ભાષાની પ્રથમ PPA ની નિશાની મળે છે. જેમ જેમ ક્રિયા આગળ વધે છે તેમ, માનસિક કાર્યોમાં ઘટાડો થાય છે અને દેખીતી રીતે દર્દી ભાષાના ઉપયોગમાં એટલી હદ સુધી મુશ્કેલી અનુભવે છે કે ત્યારે તે બોલવાની ક્ષમતા ગુમાવે છે. સામાન્ય રીતે વ્યક્તિઓમાં PPA પંચાવન થી પાંસઠ વર્ષની વયમાં જોવા મળે છે.
PPA ધરાવતા દર્દીઓમાં નીચે મુજબના એક અથવા વધુ લક્ષણો જોવા મળે છે.
- સ્પષ્ટ વક્તવ્ય આપતાં વાર લાગે પરિણામે બોલવાના કદમાં ઘટાડો થાય.
- શબ્દો અને લોકોનાં નામો યાદ કરવામાં મુશ્કેલી પડે.
- ધીમે ધીમે બોલવાની અને સમજશક્તિની મુશ્કેલીમાં વધારો થાય.
- સાદી લખેલ માહિતીને લખવા તથા સમજવામાં મુશ્કેલી પડે.
PPA કોઈ એક કારણને લીધે થતું નથી. મગજની અસામાન્ય બીમારીઓની જુદી જુદી જાતોમાં સમાવેશ હોય તેવી કેટલીક ડીમેન્શીઆના રૂપમાં જેવી કે ફ્રન્ટલ-ટેમ્પોરલ-લિમ્બિક ડીજનરેશન અને અલ્ઝાઇમરની બીમારીઓ PPA દ્વારા ઓળખવામાં આવી છે.

