Importance of Early Treatment
વહેલી સારવારનું મહત્વ
સ્ટ્રોક આવ્યા બાદ બધાં જ અસર પામેલાં કોષો કંઈ ઝડપથી મરણ પામતાં નથી. ઓક્સિજનની ઊણપને લીધે જે કોષો ઈન્ફારક્ટ (કોર)ના કેન્દ્રમાં હોય તે પ્રથમ અસર પામે છે. કોરની આસપાસનો વિસ્તાર " ઇસ્કીમિક પેનુંમ્બ્રા " કહેવાય છે જે સુષુપ્ત ન્યુરોન્સનો સંગ્રહ રાખે છે, આ કોષો મરણ પામેલાં નથી હોતાં પણ શાંત હોઈ શકે અને થોડું કામ કરવા સક્ષમ હોય છે. આ સુષુપ્ત ન્યુરોન્સ બીજાં સમાંતર વહેણની ગેરહાજરીમાં વીસ મિનીટ અને કેટલાંક અંશે વૈક્લ્પીક વાસ્કયુલરાઈઝેશન પ્રાપ્ત થાય ત્યાં સુધી એટલે કે છ થી આઠ કલાક માટે જીવે છે. સ્ટ્રોક પછીનો સમયગાળો એ રોગનિવારક ઉપચાર તરીકે બહુજ કિંમતી ગણાય છે, આ ટૂંકાગાળામાં રીવાસ્કયુલરાઈઝેશન કાર્ય શરૂ કરવામાં ગયેલી ખોટને ઓછી કરે છે.આથી, સ્ટ્રોકના દર્દીને વહેલાસર હોસ્પિટલે પહોંચાડવો જોઈએ. સ્ટ્રોકના દ્વારા થતી ગંભીર ઈજાને રોકવા તથા કાર્યોની સારામાં સારી કામગીરી માટે એ જરૂરી બનેછેકે ખાસ સારસંભાળ મળે.

