How the Family Should Help the Stroke Victim
સ્ટ્રોકના દર્દીને કુટુંબે કેવી રીતે મદદ કરવી જોઈએ?
- સ્ટ્રોક અને એફેસિયા બાબતે અભ્યાસ કરી દર્દી શું અનુભવે છે તેની સમજણ કેળવવી જોઈએ.
- દર્દીની મર્યાદા સ્વીકારી, દર્દી શું નથી કરી શકતો તેનાથી માહિતગાર થવું.
- દર્દી કાયમ ન્યુરોલોજીસ્ટ અથવા ડોક્ટરની સંભાળ નીચે રહે તેની ખાતરી કરો. જો આમાંથી કોઈને ન મેળવી શકો તો સીધાં જ નજીકની હોસ્પિટલે પહોંચી જવું કે જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર થતી હોય છે અથવા તેઓ તમને નિષ્ણાંત ડોક્ટર પાસે મોકલશે. હોસ્પિટલમાં દર્દી માટે પૂનર્વસન માટેની સગવડો પણ હાજર હોય છે.
- સ્ટ્રોક આવ્યા બાદ તરત જ દાકતરી, શારીરિક, ધંધાદારી અને બોલવાની સારવાર લેવી.
- દર્દીને વાતચીત કરાવવા દરેક તક ઊભી કરવી. દર્દીને ગણતરી કરવા, આંકડાં બોલાવવા, વાર યાદ કરાવવા અથવા સ્પષ્ટ અભિનંદનીય શબ્દો જેવાં કે 'નમસ્તે', 'જય હિંદ', 'બેઠીએ' બોલવા પ્રેરો.આ બધાં સ્વયંસંચાલિત જવાબો હોવાથી સામાન્ય રીતે દર્દી માટે ફરી મૂળ સ્થિતિ અને સ્પષ્ટતા મેળવવી સરળ બને છે.
- દર્દીએ મેળવેલી નાનામાં નાની આવડતને વખાણો અને શાબાશી આપો.
- જો ડોક્ટર મંજૂરી આપે તો દર્દીને તેના સગાંઓ વચ્ચે રાખો,તેને સામાજિક પ્રવૃત્તિ કરવા દો.
- દર્દીનું રોજબરોજનું કાર્ય સામાન્ય રહે તેવો પ્રયાસ કરો. આ વસ્તુ દર્દીને સલામતી આપશે અને તે અથવા તેણીના કામ કરવાના આત્મવિશ્વાસમાં વધારો કરશે.
- દર્દી સમયસર આરામ મેળવે છે કે નહીં તેની ખાતરી કરો. આરામ કર્યા બાદ સામાન્ય રીતે સ્ટ્રોકના દર્દીઓ ભાષા તથા બોલવા પર સારો દેખાવ કરે છે.
- યાદ રાખો કે દર્દી પુખ્ત છે અને તે અથવા તેણી કુટુંબના પરિપક્વ અને અનિવાર્ય વ્યક્તિ છે તે મુજબ તેની સાથે વર્તો. દર્દીને લાગવું જોઈએ કે તે દરેક અગત્યના નિર્ણયોનો એક ભાગ છે જેમ સ્ટ્રોક પહેલા હતો તેમ.
- દર્દીની જરૂરિયાત બાબતે સભાન રહો. સ્ટ્રોકના દર્દીઓને પોતાની ખામી ભરેલી ક્ષમતા સાથે મળીને ન રહેનાર મિત્રો કે સગાંઓ ગમશે નહીં. તેની ઈચ્છાઓને માન આપો અને ધીમેધીમે તેઓને સામાજિક ચર્ચાઓમાં ભાગ લેવડાવો.
- દર્દી પોતાને અસ્પૃશ્ય સમજવા લાગે. આ સ્વયંસંચાલિત ક્રિયા છે,તેના ઉપર દર્દી કાબુ ન પણ રાખી શકે. કોઇપણ જાતના ગુસ્સા કે તિરસ્કાર વગર આ વર્તનને સ્વીકારો.
- જો દર્દી, કોઈ દેખીતા કારણ વગર રડવા લાગે, તો તેના આ વર્તનને ટાળો અને વાતનો વિષય બદલી નાંખો.

