SUGGESTIONS FOR SAFETY IN THE HOUSE
ઘરમાં સાવધાની માટેના સૂચનો
નીચે મુજબના સૂચનો ઘરમાં દર્દીનું રક્ષણ સારી રીતે કરવા અને તે/તેણીને પોતાની તબિયતનું ધ્યાન રાખવા પ્રમુખ ભાગ ભજવવા આપેલાં છે.
Patient’s Welfare:
દર્દીના ભલા માટે:
- જરૂરત સમયે મદદના ભાગ રૂપે દર્દીને ઘંટડી આપો.
- જરૂરી અને સંકટ સમયના ટેલીફોન નંબર ટેલીફોનમાં પ્રોગ્રામ કરો અથવા નજીક રાખો.
- દર્દી જો એકલો રહેતો હોય તો, રોજના એક વાર કોઈને ખબર કાઢવા અથવા ટેલીફોન કરવાની ગોઠવણ કરો.
Home Environment:
ઘરનું વાતાવરણ:
- જે વિસ્તારોમાં દર્દી ચાલતો હોય ત્યાંરે લીંગ મૂકો અથવા બીજાં કોઈ ટેકા માટેની સગવડ મૂકો. આ ટેકાની સગવડ તેને સ્વતંત્ર રીતે કામ કરવા આગળ કરશે.
- દર્દીને ઘરમાં સરળ રીતે ફરી શકે અને ગબડે નહીં તે માટે નડતરરૂપ દરવાજાના ઊમરા, જાજમ અને બિનજરૂરી ફર્નિચરને દૂર કરો.
- હંમેશ ઘરમાં દર્દી રબ્બર સોલવાળા જ બૂટ પહેરે એવું કરો,આ બાબત અકસ્માતે લપસતાં અટકાવશે.
Kitchen Environment:
રસોડાનું વાતાવરણ:
- દર્દીને પહોંચવામાં સરળતા રહે તે માટે રસોડાનું પ્લેટફોર્મ થોડું ઊંચું રાખો.
- રસોઈના વાસણો લાંબાં અને પહોળાં હેન્ડલવાળા રાખો. જમવાનું કાંઠાવાળી થાળીમાં આપો જેથી ખોરાક બહાર ના પડે.
- રસોઈ કરતી વખતે દર્દીએ લાંબી બાંયવાળા કે નાયલોનના કપડાં ન પહેરવા. એ સગડી પાસે હોય ત્યારે આગ પકડી શકે છે.
- રસોડાની ગેન્ડીમાં લાંબાં હેન્ડલવાળા નળ મૂકાવવા કે જે કાંડાથી ખોલ બંધ કરી શકાય.
Bathroom Environment:
બાથરૂમનું વાતાવરણ:
- દર્દીન દરવાજો અંદરથી બંધ ન કરવાનું કહો.
- બાથરૂમમાં રબ્બરમેટ મૂકો અને રબ્બર સોલવાળા બૂટ પહેરવાનું કહો જેથી અકસ્માતે લપસી ન જવાય.
- દર્દી જયારે નહાતો હોય ત્યારે સાબુ પડી ન જાયે તે માટે સાબુને ફૂવારા કે નળ સાથે દોરીથી બાંધો.
* બાથરૂમમાં આરામદાયક બેઠક માટે મજબૂત અને ગ્રીપવાળુ સ્ટૂલ મૂકો.
* જો શક્ય હોય તો ફૂવારો મૂકાવો કે જેથી દર્દી ઊભાં ઊભાં નાહી શકે.
* વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરો અથવા ખુરશીમાં ટોયલેટના ઉપયોગ માટેનાં ફેરફાર કરો.

