Personal Experience
Personal Experiences (Edited 11/20) of Mr. Ganesh from South India
36 months ago, I had a severe stroke. And was hospitalized for 8 days. From the day I returned home, my life has been a bed of roses.
What I did was simple: I had a strict Ayurveda diet and went for 2x45 minutes’ walk, hand exercises (after the initial therapy of 2 years, it is GITA that I write) and an easy to do yoga.
Today after 36 months, I say …that Stroke is mind-body exercise and Western medicine would well advised to learn from Ayurveda/Yoga and life-style changes.
I who was a very negative person before and had a 360 degree turn; thanks to my Stroke.
We are interested in your personal experience with stroke and aphasia. Please share it with us by sending it to subhash.bhatnagar@mu.edu
Translation of “The Darkness of Stroke”
થી અંધારું થઈ ગયું.
(પીડિતની પત્નીના શબ્દોમાં સ્ટ્રોકના અંધકારપુર્ણ પાસાઓ વર્ણવતા)
આ જીવનમાં ક્યારેય અમારી ઇચ્છા નહોતી કે અમારાં કુટુંબમાં કોઈને સ્ટ્રોક આવે અથવા ક્યારેય વિચાર્યું ન હતું કે અમે સ્ટ્રોકને લીધે થતી શારીરિક વિકારો અને ભાષાકીય સમસ્યાઓ પર આટલો સમય પસાર કરીશું. પરંતુ આઠ વર્ષ પહેલાં, અમારા જીવનમાં એક ક્ષણમાં બદલાવ આવ્યો જ્યારે મારા પતિને અચાનક જ સ્ટ્રોક આવ્યો. મારાં પતિ ૬૫ વર્ષનાં હતાં અને આ પહેલાં તે સંપૂર્ણ સ્વસ્થ હતાં. આ આઘાતની મારા પતિ પર તીવ્ર અસર થઈ અને તેણે બોલવાની, સમજવાની, લખવાની અને વાંચવાની ક્ષમતા ગુમાવી દીધી.
જીવનમાં અચાનક આવેલ પરિવર્તનથી અમે ખૂબ જ આઘાત પામ્યાં. જ્યારે અમે આ આઘાતમાંથી બહાર આવ્યાં ત્યારે અમને અમારી લાચારીનો અહેસાસ થયો. આનું કારણ એ હતું કે અમને સ્ટ્રોકની સમસ્યાઓના સમાધાન વિશે કંઇ ખબર નહોતી. હવે અમારી મુંઝવણ એ હતી કે જીવનની શરૂઆત ક્યાંથી કરવી, જીવનને ફરીથી સામાન્ય કેવી રીતે બનાવવું, મદદ માટે કોની પાસે જવું અને કઈ સારવારથી મારાં પતિ પોતાનું કામ જાતે કરી શકશે? આ લાચારીમાં અમારી મૂંઝવણો વધતી જ રહી.
મિત્રો અને સંબંધીઓ ઘણીવાર સહાનુભૂતિ સાથે કહેતાં કે તેઓ અમારા દુ:ખ અને લાચારીને સમજી શકે છે. પરંતુ એવું નથી. આ દુ:ખ,નિરાશા અને લાચારી ખરેખર તે જ સમજી શકે છે જેમના પ્રિયજનોને સ્ટ્રોક આવ્યો હોય અને જેને દુ:ખ, પીડા અને જીવંત સમસ્યાઓ સાથે રાત-દિવસ સંઘર્ષ કરવો પડ્યો હોય.
આ દુ:ખ અને સમસ્યાઓ હોવા છતાં, આવા સમયમાં ઘણાં સારાં અને સંભાળ રાખનારા લોકોએ અમારું સમર્થન કર્યું. તેમના સહકારથી જ આપણે જીવનમાં આગળ વધી શકીએ. હવે, જ્યારે અમે પાછલાં વર્ષો પર ધ્યાન આપીએ છીએ, ત્યારે અમે તે બધા લોકોના ખૂબ આભારી છીએ, જેમણે અમોને દિલાસો આપીને અમારી હિંમતને પ્રોત્સાહન આપ્યું. કેટલાકે અમને બોલાવ્યાં, કેટલાકે અમને ટેકાના કાર્ડ મોકલ્યાં, કેટલાક અમને મળવા આવ્યાં, ઘણાં લોકોએ અમારા માટે ભગવાનને પ્રાર્થના કરી. અમે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
મારા માટે મારાં પતિ એક મહાન હીરો છે જે દરરોજ સખત અભ્યાસ કરે છે અને પ્રેક્ટિસ કરે છે. તેમને ખૂબ ઉત્સાહ છે. સારવાર આપનાર દરરોજ ખુશીથી તેમની સારવાર દ્વારા સંભાળ રાખે છે. ભગવાનની કૃપાથી મારા પતિને વિવિધ ઉપચારથી સતત ફાયદો થાય છે.
જીવનનો દરેક દિવસ એક નવી યાત્રાના રૂપમાં હોય છે અને અમે ભગવાનને આ યાત્રાની સફળતા માટે પ્રાર્થના કરીએ છીએ.

